રિપોર્ટર પ્રકાશભાઈ બારીયા ઘોઘંબા
પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકામાં આવેલ દેવલીકુવા ગ્રામ પંચાયતમાં ઘોઘંબા તાલુકાની છેવાડાની ગ્રામ પંચાયત માં સેવાભાવી એવા લોકલાડીલા સરપંચ શ્રી નાનુભાઈ રૂપસિંહ તેઓ આજે પણ ગામની ચિંતા અને ગામ ની કામગીરી કરી રહ્યા છે. તેમજ શ્રી. એમ. વી. પટેલીયા માધ્યમિક શાળામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ૩૧ વર્ષથી શાળામાં ફરજ બજાવી રહ્યા છે. અને ગામના નાના-મોટા પ્રોબ્લેમ અને લઈને હાલમાં ગામ ની બધી જ કામગીરી કરી રહ્યા છે. અને આજે તેઓ ગ્રામજનોના સહકારથી નાની-મોટી સમસ્યાઓ નું સમાધાન પણ કરી રહ્યા છે. અને કામગીરીની વાત કરવામાં આવે તો. નાળા, ચેકડેમ, કેટલ શેડ, માટીકામ રસ્તા, આવાસો, સરકાર માંથી મળતી ગ્રાન્ટ ને પૂરેપૂરી ગામ ના હિત માટે તેઓએ નિસ્વાર્થ ભાવે ચુસ્ત પણે વાપરી છે. આવી રીતે તેઓ સરપંચ ની ફરજ બજાવી રહ્યા છે. તેમજ તેમની કામગીરીની વાત કરવામાં આવે તો છેવાડામાં વસતા ગરીબ લોકો ને પાણી થી માંડીને ખાવા-પીવાની અને રહેવાની બધી જ સુવિધાઓ પૂરી પાડે છે. અને આજે શ્રી નાનુભાઈ રૂપસિંહ ના કામોથી ગ્રામજનો પણ ખુશહાલ છે. અને આવનારા સમયમાં તેઓ કોઇ મોટા હોદ્દા પર રહે તેવી ગ્રામજનોની આશા છે.
No comments:
Post a Comment