Breaking

Post Top Ad

Your Ad Spot

Friday, January 15, 2021

મોરવા હડફ તાલુકાના રામપુર (કસનપુર) ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરો ની પંચમહાલ જિલ્લાના પ્રમુખ શ્રી દિનેશભાઈ બારીયા ની અધ્યક્ષતામાં મિટિંગ મળી.

મોરવા હડફ તાલુકાના રામપુર (કસનપુર) ગામે  આમ આદમી પાર્ટીના કાર્યકરો ની પંચમહાલ જિલ્લાના પ્રમુખ શ્રી દિનેશભાઈ બારીયા ની અધ્યક્ષતામાં મિટિંગ મળી.જેમાં આમ આદમી પાર્ટી પંચમહાલના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, મોરવા હડફ તાલુકા પ્રમુખ નિલેશ બારીઆ, જિલ્લા એસ.સી.સમિતિ પ્રમુખ દિનેશભાઇ જાદવ ની ઉપસ્થિતિ રહી.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ મોરવા હડફ તાલુકામાં તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે તેમ જણાવ્યું હતું. આને તે માટે દરેક જિલ્લા પંચાયત બેઠક પર એક ઑબ્ઝર્વર તરીકે કાર્યરતાને જવાબદારી આપવામાં આવી છે. જેઓને આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી શકે તેવા સક્ષમ અને શિક્ષિત ઉમેદવારો શોધવા માટેની કામગીરી સોંપવામાં આવી છે. 
તાલુકામાં આમ આદમી પાર્ટીનું સંગઠન પણ મજબૂત બની રહ્યું છે. તાલુકા મહામંત્રી તરીકે શ્રી ભાવેશભાઈ બારીઆ ની નિયુક્તિ કરવામાં આવી હતી.
તાલુકા ઉપ પ્રમુખ તરીકે રાજેન્દ્ર બારીઆ આને પંકજભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીમાં સભ્ય તરીકે જોડાવા માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી એક લીંક બનાવવામાં આવી છે જે સોશ્યલ મીડિયામાં ફોરવર્ડ થઈ રહી છે. જેના માધ્યમથી શિક્ષિત અને યુવા વર્ગ પાર્ટીમાં ઉત્સાહ થી જોડાઇ રહ્યા છે એમ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું.
સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કક્ષાએથી પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટેના ઉમેદવારોની યાદી તબક્કા વાઇઝ જાહેર કરવામાં આવી રહી છે. તેમાં હવેના તબક્કામાં મોરવા હડફ તાલુકાના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવશે એમ સ્પષ્ટ કહ્યું હતું
એસ.સી. સમિતિના પ્રમુખ દિનેશભાઇ જાદવે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીની સરકારે કરેલા જન હિત કામોની માહિતી આપી હતી.

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી વિવિધ તાલુકાઓમાં પ્રચાર પ્રસાર ની કામગીરી શરુ કરી દીધી છે. કાલોલ અને ઘોઘંબા તાલુકામાં પ્રચારની કામગીરી ચાલુ થઈ ગઈ છે. હવે હાલોલ તાલુકામાં નજીકના દિવસોમાં પ્રચાર અભિયાન શરૂ કરવા માટે આયોજન નક્કી કરી લીધું છે.
મોરવા હડફ તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસાર માટે હવે પછીની મિટિંગ અને સભા ટૂંક સમયમાં કરવામાં આવશે અને તેનું આયોજન પણ આજની મિટિંગમાં કરવામાં આવ્યું હતું.
તમામ તાલુકાઓમાં ખૂબ આવકાર સાથે લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે એમ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot