સાચા સ્વરાજ, જન લોકપાલ તથા ભ્રષ્ટાચારમુક્ત ભારતના નિર્માણ માટે સ્થાપિત “આમ આદમી પાર્ટી” ના ગાંધીનગર જિલ્લાના માણસા મુકામે આજ રોજ નવીન કાર્યાલયનો પુન્ : શુભારંભ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ‘આમ આદમી પાર્ટી’ તરફથી યોગ્ય-સર્વમાન્ય-લોકપ્રિય-ઈમાનદાર-પ્રતિષ્ઠિત-પ્રબુદ્ધ-સ્વચ્છ પ્રતિભા સંપન્ન નાગરિકોને ઉમેદવાર તરીકે પસંદ કરી વ્યવસ્થા પરિવર્તન પ્રક્રિયા માટે ભગીરથ પ્રયત્નોને વધુ વેગમાન બનાવવામાં આવનાર છે.
દિલ્હીમાં અભૂતપૂર્વ સફળતા બાદ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સત્તા પરિવર્તન અને ભ્રષ્ટાચારમુક્ત રાજકારણ નિર્માણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેના પગલે પક્ષની રાજનૈતિક ગતિવિધિઓ હવે તબક્કાવાર સક્રિય રીતે વિસ્તારવામાં આવનાર છે.
આજ રોજ ગાંધીનગર જિલ્લા અધ્યક્ષશ્રી કૌશિકભાઈ પટેલ , જિલ્લા ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ અને જિલ્લા પ્રવક્તાશ્રી રાકેશ પ્રજાપતિ, શહેર પ્રમુખશ્રી ભરતભાઈ પટેલ, શહેર મહામંત્રીશ્રી રમણલાલ પરમાર, તાલુકા ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ અને હેમાબેન પ્રજાપતિ સહિત જિલ્લા-તાલુકા-શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તા સાથીઓની અભિપ્રેરક ઉપસ્થિતિમાં કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ એકંદરે સુંદર, સુચારુ, સુવ્યવસ્થિત, આકર્ષક, અનુકરણીય અને આવકાર્ય બની રહ્યો હતો એમ એક અખબારી યાદીમાં તાલુકા પ્રમુખશ્રી જીગરભાઈ ચૌધરી જણાવે છે.
No comments:
Post a Comment