Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, January 19, 2021

ખોદકામ દરમિયાન ૪૦૦/૫૦૦ વર્ષ જૂના ૧૮ જેટલા પાળીયા નીકળી આવ્યા...જેનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ...


દશરથસિંહ જામભા ઝાલાની માલિકી ના પ્લોટ માંથી ખોદકામ દરમિયાન ૪૦૦/૫૦૦ વર્ષ જૂના ૧૮  જેટલા પાળીયા નીકળી આવ્યા...

દશરથ સિંહ બાપુ એ  જરીક પણ વિલંબ કે મોહ કર્યા વિના  પોતાના માલિકીના પ્લોટમાં બાંધકામનું કાર્ય સદંતર બંધ રાખી પોતાની જમીન પાળીયાના નામે અર્પણ કરી. ઉપરાંત વિધિ પૂર્વક બધા જ પાળીયા ની સ્થાપના કરી.....જેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આગામી આયોજન પણ કરેલ.







🙏🙏#શ્રધ્ધાંજલિ_કાર્યકમ🙏🙏


                લીંબડી મુકામે #તા_૧૯.૧.૨૧" ના રોજ "#સવારે ૧૦.૦૦ કલાકે" પાળિયા વાળી શેરી. મહાલક્ષ્મી ચોકની બાજુમાં.


 ખોદકામ દરમિયાન મળી આવેલા ને ક્ષાત્ર ધર્મ બજાવતા વિરગતી પામેલા એવા વીરોનાં પાળિયા મળી આવેલા છે.જેને શાસ્ત્રોક્ત રીતે પુજન વિધી કરી ને સ્મારક બનાવવામાં આવેલ છે.જેને સન્માનવા અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.સમાજ ના દરેક ભાઇઓને પધારવા ભાવ ભર્યું આમંત્રણ.આપવામાં આવ્યું..

આયોજક: દશરથસિંહ જામભા ઝાલા ( અડવાળ)

.પૂતળાં  ગમે  એટલા  ઊંચા હોય સાહેબ,

પણ પૂજાવા માટે તો પાળિયા જ થવું પડે.

NDP TODAY NEWS દરેક વીરોના પાળીયાઓ ને નમન કરે છે... 

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot