દેવભૂમિ દ્વારકા તા.૨૨,
જિલ્લા
રોજગાર કચેરી,દેવભૂમિ દ્વારકા દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઉમેદવારોને
જણાવવામાં આવે છે કે, આગામી આર્મી ભરતી રેલી-૨૦૨૧ સ્થળ-એન.ડી.એચ હાઇસ્કુલ
ગ્રાઉન્ડ, દ્વારકા માટે જે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે, એમના ભરતી રેલી સમયે
ફરજીયાત સાથે લાવવા માટેનું એડમીટ કાર્ડ
(કોલ લેટર) આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ દ્વારા ઇસ્યુ થઇ ગયેલ છે. આ ભરતી માટે ઓનલાઇન
રજીસ્ટ્રેશન કરાવેલ તમામ ઉમેદવારોએ પોતાના ઇ-મેઇલ માં આવેલ એડમીટ કાર્ડ (કોલ લેટર)
ડાઉનલોડ કરીને અચૂક પ્રિન્ટ કઢાવી લેવા જણાવવામાં આવે છે.
No comments:
Post a Comment