ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર ૧ થી પ્રચાર ચાલુ કર્યો.
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા નગરપાલિકાની ચૂંટણી પ્રચારના ભાગરૂપે મોતીબાગમાં પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓની સભા રાખવામાં આવી.
જેમાં વોર્ડ નંબર એક માંથી પચાસ જેટલા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. અને વોર્ડ નંબર એક માંથી ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા.
આ સભામાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, ઉપ પ્રમુખ હિંમતસિંહ પરમાર, મહામંત્રી મહેશ કાનસર (નોટરી), સહમંત્રી દિનેશભાઇ જાદવ, તાલુકા પ્રમુખ ગોપાલભાઈ પટેલ (વકીલ) શહેર પ્રમુખ નાનકરામ મગનાની, જિલ્લા યુવા પ્રમુખ માસુમ વસાણી ઉપસ્થિત રહ્યા હતા.
આજની સભાના મુખ્ય મહેમાન તરીકે દેવગઢ બારીયા શહેર પ્રમુખ શ્રી અશોક રાણા તથા ઉપ પ્રમુખ શ્રી અરવિંદભાઇએ હાજરી આપી હતી.
વોર્ડ નંબર એક ના યુવાનો દ્વારા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆનું તથા મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સભાને સંબોધતા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી તરફ દિવસે અને દિવસે લોકો દિલથી જોડાઈ રહ્યા છે. હવે પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી દરેક ગામ સુધી પહોંચી ગઈ છે. શિક્ષિત અને યુવા વર્ગ પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે તેમ જણાવી વધુ જણાવ્યું હતું કે, આજે જિલ્લામાં આઠસો થી વધારે લોકો પાર્ટીમાં જોડાઇ ગયા છે.
આમ આદમી પાર્ટી એ ત્રીજો મોરચો નહીં પણ પંચમહાલ જિલ્લામાં જનતાનો પહેલો વિકલ્પ તરીકે બનવા જઈ રહી છે.
ભાજપ અને કોંગ્રેસનું શાસન લોકોએ સારી રીતે જોયું છે અને અનુભવ્યું છે. ભ્રષ્ટાચારી નેતાઓને લોકો ઓળખી ગયા છે, એટલે આ ચૂંટણીમાં લોકોએ સ્વૈચ્છિક નક્કી કર્યું છે કે, હવે ઘમંડી અને ભ્રષ્ટાચાર કરતાં નેતાઓને હરાવવા પડશે. લોકો કહે છે કે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સલામતી, સગવડ, સુરક્ષા, રોડ રસ્તા, પાણી, વિજળી માટે જે દિલ્હીમાં કામ થયા એ મુજબ આપણા રાજ્યમાં સતત પચ્ચીસ વર્ષથી શાસન કરતી એક પાર્ટીની સરકાર કરી શકી નથી.
સરકારનું મુખ્ય કામ લોકોની સામુહિક સુખાકારી માટે કામ કરવાનું છે. આજે આટલા વર્ષોના શાસન પછી પણ સમસ્યાઓ ઉભી છે તે આપણે સૌ જોઇએ છીએ એમ જણાવ્યું હતું.
ચૂંટણી પ્રચારની રણનીતિ જણાવતા ઉમેદવારોને જણાવ્યું હતું કે, મત વિસ્તારમાં દરેક ઘરે ઘરે જઈને લોકોને મળો અને વિનંતી કરો. મતદારોને જણાવો કે એક વાર આમ આદમી પાર્ટીને આપનો મત આપો. લોકોને ફકત આપણી પાર્ટી વિશે માહિતી આપો. બીજી પાર્ટીઓએ તેમના વિસ્તાર માટે શું કર્યું છે તે તો લોકો જાણે છે તેથી આપડે કહેવાની જરૂર નથી અને સમય બગાડવાની જરુર નથી. આ સ્થાનિક ચૂંટણી છે અહીં સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક નેતાઓ વિશે લોકો વિચારશે એટલે ઘરે ઘરે જઈને પ્રચાર કરો એમ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી ટૂંકા સમયમાં મજબૂત રીતે આગળ વધી રહી છે તેથી બીજી પાર્ટીઓમાં ચિંતા પેઠી છે, કેટલીક જગ્યાએ આપણા ઉમેદવારોને અને હોદ્દેદારોને લોભ, લાલચ અને દબાણ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, આવા કોઈ ફોન આવે તો રેકોર્ડ કરી લો, કોઈ સંપર્ક કરે તો ફોટો પાડી લો અને જણાવો કે એક વાર માફ કરુ છુ પણ આ રીતે બીજીવાર પ્રયત્ન કરવો નહીં એવું સ્પષ્ટ કહી દેવું એમ કહ્યું હતું.
લોકશાહી છે તમામ નાગરિકનો હક્ક છે, જનતાની સેવા અને વિસ્તારના વિકાસ કરવાની સાચી ભાવનાથી ચૂંટણી લડશુ અને પ્રચાર કરીશું તો જનતા મત અવશ્ય આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઘણી બેઠકો જીતવાનો મજબૂત દાવો કર્યો હતો.
આજની સભામાં થયેલા વક્તવ્યે કાર્યકરો અને ઉમેદવારોમાં જોશ અને ઉત્સાહ વધાર્યો હતો.
મહાત્મા ગાંધીજી ના નિર્વાણ દિને ગાંધી બાપુ અમર રહો નો નારો લગાવ્યો હતો અને ગાંધીજીને યાદ કર્યા હતા.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
No comments:
Post a Comment