નડિયાદ-મંગળવાર:-મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની મહત્વકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના ગુજરાત રાજયના ઉર્જા અને પેટ્રોકેમીકલ વિભાગ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તથા મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડના સંયુકત ઉપક્રમે ખેડા જિલ્લામાં ખેડા તાલુકાના ગામોના કિસાનો માટે ધારાસભ્યશ્રી અર્જૂનસિંહ ચૌહાણ અને ગળતેશ્ર્વર તાલુકાના ગામો માટે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલના વરદ્ હસ્તે શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન
પટેલએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વખતથી રાજયના ખેડૂત મિત્રો ધ્વારા દિવસે
વિજળી આપવાની માંગને રાજય સરકારે સંતોષી ખેડૂતોને દિવસે વિજળી પુરી પાડવા ગુજરાત
રાજય સરકાર દ્વારા નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે અને તેના અનુસંધાને કિસાન સૂર્યોદય યોજનાનો અમલ ચાલુ કરેલ છે. આ
યોજનાને સાકાર બનાવવા ખેડુત મિત્રોએ જે સહકાર આપ્યો છે તે બદલ હું તેમનો આભારી
છું. રાજય સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજનાથી રાજયના મોટાભાગના ખેડૂત મિત્રોને
આનો લાભ મળશે. કિસાનો દિવસે વિજળીનો લાભ મળવાથી સરળતાથી અને સારી રીતે પુરતી
સિંચાઇ કરી શકશે. રાત્રીના સમયે થતી મુશ્કેલીમાં છુટકારો પણ મેળવી શકશે.
ધારાસભ્યશ્રી અજૂર્નસિંહ ચૌહાણએ જણાવ્યું
હતું કે, આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડીના કામમાં સિંચાઇ માટે વીજ પૂરવઠો
મળી રહેવાથી રાતના ઉજાગરા, વન્ય જીવ-જંતુના ભય અને શિયાળામાં ઠંડી, ચોમાસામાં
પડતી મુશ્કેલીઓમાં કિસાનો મુક્તિ મેળવી શકશે. રાજય સરકાર કિસાનોને દરરોજ સતત આઠ કલાક
ગુણવત્તાયુકત વિજળી પહોંચાડશે. કાર્યક્રમના અંતે ઉમેર્યું કે ૧ વર્ષ સુધીમાં
જિલ્લાના તમામ ગામોને આવરી લેવામાં આવશે. બાકી ગામોને પણ વહેલી તકે આવરી લેવામાં
આવનાર છે.
ખેડા જિલ્લાના ગળતેશ્ર્વર અને ખેડા તાલુકાના
ગામોનો આમા સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રારંભમાં જીઇબીના એન્જીનીયરોએ પ્રાસંગિક
પ્રવચન કરી આ યોજનાનો ખ્યાલ આપ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કેસરીસિંહ સોલંકી,
જિલ્લાના અગ્રણીશ્રીઓ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના, ગુજરાત ઉર્જા વિકાસ
નિગમ તથા મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ના અધિકારીઓ/કર્મચારીઓ અને મોટી સંખ્યામાં
ખેડૂત મિત્રો કોવિડ-૧૯ના નિયમોને અનુસરીને હાજર રહયા હતા.
No comments:
Post a Comment