પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રવાલીયા તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી જાહેર થયેલા ઉમેદવાર શ્રી મતિ નયનાબેન ના ચૂંટણી પ્રચાર માટે તેઓના ગામ ગરીયાલ ગામે ચૂંટણી સભા રાખી પ્રચાર નો શુભારંભ કર્યો.
ગામમાં મળેલી આ સભામાં ૧૦૦ જેટલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. અને આમ આદમી પાર્ટીમાં જોડાયા. લોકોમાં આમ આદમી પાર્ટી માટે ઉત્સાહ જોવા મળ્યો. ભાજપ અને કોંગ્રેસની સરકાર જોઇ પણ સમસ્યા આજેય છે એટલે હવે આમ આદમી માટે મત આપવા લોકોએ સ્વૈચ્છિક સંકલ્પ કર્યો.
આજની સભામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, ઉપ પ્રમુખ હિંમતસિંહ પરમાર, સહમંત્રી પ્રણવ પટેલ, તાલુકા પ્રમુખ હિતેશસિહ પરમાર (વકીલ), મહામંત્રી રાજેશ ચાવડા (વકીલ), શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહ, એસ.સી.સમિતિ તાલુકા પ્રમુખ દિનેશ ખ્રિસ્તી હાજર રહ્યા હતા.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, ઉપ પ્રમુખ હિંમતસિંહ તથા તાલુકા મહામંત્રી શ્રી રાજેશભાઈ ચાવડા એ પોતાનું વક્તવ્ય આપ્યું હતું.
દિનેશ બારીઆએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી માટે જનતા સામે આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ છે. આજે ભાજપ અને કોંગ્રેસ થી નારાજગી લોકોમાં દિન પ્રતિદિન વધતી જઇ રહી છે જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીએ લોકોમાં આકર્ષણ ઉભું કર્યું છે અને રાજનીતિમાં યુવા વર્ગ માટે આશાનું કિરણ ઉભું કર્યું છે.
ભાજપ અને કોંગ્રેસના પૈસા વાળા અમીર ઉમેદવારોની સામે આમ આદમી પાર્ટીએ યુવા, શિક્ષિત, પ્રમાણિક, ઇમાનદાર અને આમ આદમી (સામાન્ય માણસ) ને ચૂંટણી ના મેદાનમાં ઉતારી રહી છે જેનાથી લોકોમાં ખાસ્સો ઉત્સાહ વધી રહ્યો છે. જેના કારણે ભાજપ અને કોંગ્રેસમાં મુશ્કેલી વધી રહી છે એમ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લાની તમામ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો તથા ગોધરા નગરપાલિકાના તમામ વૉર્ડ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે.
રાજનીતિમાં નવા અને યુવા ઉમેદવારની પસંદગી પાર્ટી કરી રહી છે અને ઘણા દિવસો પૂર્વે પોતાના ઉમેદવાર લોકોની વચ્ચે જાહેર કરી રાજનીતિમાં બદલાવની શરુઆત ગુજરાત માં આમ આદમી પાર્ટીએ કરી છે. લોકોને પોતાના ઉમેદવાર વિશે જાણવાનો સમય મળી રહે તે માટે વેળાસર ઉમેદવાર જાહેર કરવાની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી છે તેમ જણાવ્યું હતું.
આજ રોજ આમ આદમી પાર્ટી પંચમહાલ તરફથી બીજા ૧૨ ઉમેદવાર જાહેર કર્યા છે. કુલ ૨૧ બેઠકો પર ઉમેદવાર જાહેર થઇ ગયા છે તેવું પંચમહાલ જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ બારીઆએ જણાવ્યું હતું
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
No comments:
Post a Comment