Breaking

Post Top Ad

Your Ad Spot

Friday, January 22, 2021

વર્ષ-૨૦૨૧માં લેવાનાર ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો તા. ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં ભરી શકાશે

 


લુણાવાડા ::

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજયની તમામ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના સંચાલકો, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ અને વાલીઓ તથા વિદ્યાર્થીઓને ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહની વર્ષ-૨૦૨૧ની બોડર્ની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્‍યુલર ફી સાથે ઓનલાઇન આગામી તા. ૨૦/૨/૨૦૨૧ના રોજ રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે જેની સંબંધિત તમામને નોંધ લઇ સમયમર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવ્‍યું છે.

        ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહના તમામ નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓના આવેદન-પત્રો ફરજિયાત ઓનલઇાન ભરવાના રહેશે જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્‍યું હોવાનું ગાંધીનગર ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સચિવ શ્રી ડી.એસ.પટેલે એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot