Breaking

Post Top Ad

Your Ad Spot

Sunday, February 7, 2021

આજ તા: ૭/૨/૨૦૨૧ ને રવિવારના રોજ જાંબુઘોડા તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હવે આમ આદમી પાર્ટી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતારશે ઉમેદવારો જામશે ત્રિપાંખિયો જંગ ભાજપ અને કોંગ્રેસ સામે આપશે લડત

જાંબુઘોડા તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો.

આજ તા: ૭/૨/૨૦૨૧ ને રવિવારના રોજ જાંબુઘોડા તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો.
જેમાં પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆ ની ઉપસ્થિતિમાં જાંબુઘોડા તાલુકા મહિલા સમિતિ ના પ્રમુખ શુભાંગીનીબેન બારીઆના વરદ હસ્તે રીબીન કાપી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો.
આજના આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા ઉપ પ્રમુખ સુભાષભાઈ બારીઆ, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ બારીઆ, તાલુકા ચૂંટણી ઇન્ચાર્જ જીજ્ઞેશભાઇ બારીઆ (વકીલ) તાલુકા યુવા પ્રમુખ નવનીતભાઈ બારીઆ, તાલુકા પંચાયત બેઠક ના ઉમેદવાર બિપીનભાઈ રાઠવા ની સાથે અન્ય પચાસ જેટલા કાર્યકરોની ઉપસ્થિતિ રહી.

કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, આ કાર્યાલય જાંબુઘોડા તાલુકાના લોકોને કાયમ ઉપયોગી બની રહે,  આમ આદમીની સમસ્યાઓ અને પ્રશ્નો ના ઉકેલ માટે આ કાર્યાલય ઉપયોગી બની રહેશે એમ કહ્યું હતું.
ચૂંટણી લક્ષી વાત કરતાં કાર્યકરોને મક્કમ મનોબળથી આગળ વધવા જણાવ્યું હતું. સાથે કહ્યું હતું કે
આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લામાં ખુબ મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે અને આપણી પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે વકીલ, ડૉક્ટર, પ્રોફેસર જેવા  શિક્ષિત અને પ્રતિષ્ઠિત લોકો ચૂંટણી લડી રહ્યા છે. જે આપણી પાર્ટી માટે ગૌરવની વાત છે એમ જણાવતાં કહ્યું કે  શિક્ષિત અને યુવાનોમાં આમ આદમી પાર્ટી તરફ આકર્ષણ જોવા મળી રહ્યું છે. શિક્ષિત અને યુવા વર્ગ આ ચૂંટણી લડવા માટે સામેથી સંપર્ક કરી રહ્યા છે જે સારી બાબત છે અને એના ઉપર થી ખ્યાલ આવે છે કે આ ચૂંટણી આમ આદમી પાર્ટી જીતી રહી છે.
ગુજરાતમાં લોકોને બદલાવ જોઇએ છે, લોકો ભાજપ અને કોંગ્રેસ સામે એક મજબૂત વિકલ્પ માંગે છે ત્યારે આમ આદમી પાર્ટી એ એક માત્ર વિકલ્પ બની રહ્યો છે. આપણે સૌ ઉત્સાહ અને શ્રેષ્ઠ ભાવના સાથે ઉમેદવારી કરો. હસતાં મુખે પ્રચાર કરો લોકો ના દિલમાં આમ આદમી પાર્ટી છે જ.
ભાજપ અને કોંગ્રેસ ના શાસનમાં લોકોને જે તકલીફો પડી રહી છે એ પણ યાદ કરાવ્યું હતું.
ભ્રષ્ટાચારી નેતાઓ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે આપણે બધા જોઇએ જ છીએ, આજે આ લોકોને રોકવા માટે આ જ એક માત્ર તક અને સમય આપણી પાસે આવ્યો છે.
આજ સુધી ગુજરાત માં ભાજપ અને કોંગ્રેસને મત આપ્યા જ છે, સરકારો બનાવી છે, જોઇ છે પણ આજે ગામડાઓમાં સ્થિતિમાં કોઈ વિશેષ વિકાસ જોવા મળ્યો નથી. પણ ભ્રષ્ટાચારી લોકોનો વિકાસ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના શિક્ષિત અને ઇમાનદાર ઉમેદવાર ની સામે ભ્રષ્ટાચારી ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે એમ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકરો, નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
તાલુકા પ્રમુખ અરવિંદભાઈ બારીઆએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

બ્યુરો અજયસિંહ ચૌહાણ પંચમહાલ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot