વડોદરા તા.૨૬ નવેમ્બર, ૨૦૨૧ (શુક્રવાર) ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૨ ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટોવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વડોદરા શહેર-જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ હાથ ધરવામાં આવ્યો છે.
વડોદરા શહેર-જિલ્લામાં
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે તા.૨૭.૧૧.૨૦૨૧ (શનિવાર)
તથા તા.૨૮.૧૧.૨૦૨૧ (રવિવાર)ના રોજ શહેરના ૧,૨૫૫ અને જિલ્લાના ૧,૩૨૨ સહિત
કુલ ૨,૫૭૭ તમામ મતદાન મથકો ખાતે સવારના ૧૦.૦૦ કલાકથી સાંજના
૫.૦૦ કલાક સુધી ખાસ ઝુંબેશ હેઠળ નિયત અધિકારી દ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવા,
નામમાં ફેરફાર સહિત હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે.
મહત્વનું છે કે, વડોદરા શહેર અને વડોદરા
જિલ્લાના દરેક ગામોમાં એક સમિતિની રચના કરી વ્યાપક જનજાગૃત્તિ ઉભી કરવામાં આવી રહી
છે. ચૂંટણી પંચની સૂચના મુજબ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર એકપણ મતદાર નોંધણી વગર રહી ન જાય
તે માટે વ્યાપક જાગૃતિ કાર્યક્રમોનું આગામી માર્ચ-૨૦૨૨ સુધીનું જિલ્લા ચૂંટણીતંત્ર
દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આ ખાસ ઝૂંબેશનો લાભ લેવા વડોદરા જિલ્લા
કલેકટરશ્રીએ અનુરોધ કર્યો છે.
No comments:
Post a Comment