સુરત:ગુરૂવાર: કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૨૫ નવેમ્બરને મહિલાઓ સામેની હિંસા નાબૂદી દિવસ જાહેર કરવામાં આવ્યો છે. જે સંદર્ભે અભયમ ૧૮૧ હેલ્પલાઈન સુરતના ઉમરા અને કતારગામ ટીમ દ્વારા ભેસ્તાન અને લિંબાયત વિસ્તાર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપર થતી શારીરિક, માનસિક, જાતીય અને ઘરેલુ હિંસાથી વાકેફ કરી બચાવ અને કાયદાકીય સંરક્ષણના પગલાઓ અંગે
વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની હિંસા, કામના સ્થળે જાતીય સતામણી, બિન જરૂરી ટેલિફોનીક કોલ-મેસેજથી હેરાનગતિ, છેડતી કે અન્ય પ્રકારની હેરાનગતિમાં વિનામૂલ્યે ૨૪ કલાક કાર્યરત ૧૮૧ અભયનનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત અભયમ મોબાઈલ એપને સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી મુશ્કેલીના સમયે ઝડપથી મેળવવા અંગેની સમજ પૂરી પાડવામાં આવી હતી.
No comments:
Post a Comment