Breaking

Post Top Ad

Your Ad Spot

Sunday, November 28, 2021

કોવિડ -૧૯ નાં કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારોને સહાયની કામગીરીને ક્ષતિરહિત નિયત સમયમર્યાદામાં નિષ્પક્ષતાપૂર્વક પહોંચી વળવા જાહેર રજાના દિવસોમાં જિલ્લાની મુખ્ય કચેરીઓ શરૂ રહેશે

 


કોવિડ -૧૯ નાં કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારોને સહાયની કામગીરીને ક્ષતિરહિત નિયત સમયમર્યાદામાં  નિષ્પક્ષતાપૂર્વક પહોંચી વળવા તા. ૨૭ અને ૨૮ નવેમ્બરે શનિવાર- રવિવારની જાહેર રજાના દિવસોમાં જિલ્લાની મુખ્ય કચેરીઓ શરૂ રહેશે.

 કુદરતી આફતોના કારણે થતા નુકશાન દરમ્યાન અસરગ્રસ્ત લોકોને થવા પામેલ નુકશાન અન્વયે સહાય ચુકવવાનાં ધોરણોમાં કોવિડ-૧૯ (કોરોના) નાં કારણે મૃત્યુ પામેલ વ્યક્તિનાં વારસદારોને રૂ.૫૦,૦૦૦/- સહાય આપવા ઠરાવવામાં આવેલ છે. તેમજ કોવિડ-૧૯ ને પણ રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરેલ હોઈ, તેનો SDRF માં સમાવેશ કરેલ છે. જે અન્વયે નિયત નમૂનામાં અરજી તેમજ આધાર પુરાવાઓ મેળવી તેની સંપૂર્ણ ચકાસણી કરવા અર્થે ગ્રામ્ય/નગરપાલિકા/મહાનગરપાલિકા કક્ષાએ અરજી સ્વીકારવા માટે, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ/ મામલતદારશ્રી/ નાયબ કમિશનરશ્રી, (મ.ન.પા.) ને અધિકૃત કરવાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ હુકમ કર્યો છે.

 કોવિડ -૧૯ (કોરોના) નાં કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારોને રૂ.૫૦,૦૦૦/- સહાય ચૂકવણી અંગેની કલ્યાણકારી, અગત્યની તેમજ સમયમર્યાદાની કામગીરીને ક્ષતિરહિત નિષ્પક્ષતાપૂર્વક પહોંચી વળવા જિલ્લાની કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા તિજોરી અધિકારીની કચેરી, તમામ મામલતદાર કચેરીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ, ચીફ ઓફીસરશ્રીની કચેરીઓ, તમામ તાલુકા હેલ્થ ઓફીસરની કચેરીઓ, પેટા તિજોરી કચેરીઓ, ગ્રામ પંચાયત કચેરીઓ શરૂ રહેશે.

 જેથી આ કચેરીનાં અધિકારી/કર્મચારીઓએ આગામી તા.૨૭-૨૮/૧૧/૨૦૨૧ ની જાહેર રજાના દિવસોમાં કચેરીમાં હાજર રહેવા તેમજ અત્રેની પૂર્વ પરવાનગી સિવાય કોઈ પણ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની રજા મંજૂર ન કરવા  તેમજ કોઈપણ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓએ હેડક્વાર્ટર ન છોડવા અને જે કર્મચારીઓની રજા મંજૂર કરેલ હોય તેમની રજા રદ્દ કરી તાત્કાલિક હેડક્વાર્ટરમાં પરત બોલાવી લેવાં આદેશ કરવામાં આવ્યો છે.

 અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા ફરજમાં બેદરકારી/નિષ્કાળજી દાખવવા બદલ ભારત સરકારશ્રીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ -૨૦૦૫ ની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી, ભાવનગરે એક હુકમમાં જણાવ્યું છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot