Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, November 29, 2021

'શ્રી યુવા રાણા સમાજ મહિલા ફોરમ' દ્વારા ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો

 


સુરત:સોમવાર
: 'શ્રી યુવા રાણા સમાજ મહિલા ફોરમ'ના ઉપક્રમે ધારાસભ્યશ્રી અરવિંદભાઇ રાણાના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાણા સમાજનાં મધ્યસ્થ કાર્યાલય, સિકોત્રા માતાની વાડી, કોટસફીલ રોડ ખાતે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો હતો., સુરત મુકામે યોજવામાં આવ્યો હતો.

        


સુરત રાણા સમાજ વિવિધ વિસ્તારમાં પથરાયેલો હોવાથી રાણા સમાજે એક સાથે અલગઅલગ છ વિસ્તારમાં શ્રી સુરત રાણા સમાજનાં નેજા હેઠળ સર્વ સમાજને લાભ મળે એ હેતુથી આયોજિત આ કેમ્પ સિકોત્રા માતાની વાડી ખાતે આગામી ૧૫ દિવસ સુધી સવારે ૧૦ થી સાંજે ૦૪ કલાક સુધી શરૂ રહેશે. આ છ કેમ્પમાં કોટસફીલ રોડ, ભાગળ મધ્યસ્થ કાર્યાલય, રાણા સમાજ સુરત બેગમપુરા શ્રી બોડામુખી સંતપંથ મંદિર રાણા શેરી, ઉધના મગદલ્લા રોડ, શ્રી શનિદેવ મંદિર, સોમનાથ સોસાયટી, સુરત. ખટોદરાશ્રી જાગનાથ મહાદેવ મંદિર, જાગનાથ સોસાયટી, સુરત. ભાઠેના શ્રી સિધ્ધિ વિનાયક મંદિર,શિવ-શંકર સોસાયટી, માન દરવાજા બી-ટેનામેન્ટરાજકોટ નાગરિક બેંકની પાછળ, માન દરવાજા ખાતે આયોજન કરાયું હતું.

           


આ વેળાએ શાળા-કોલેજમાં અભ્યાસ કરતાં રાણા સમાજનાં ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલસ્કેપ નોટબુકનું કરાયું હતું.

               આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ રાણા, સમાજ પ્રમુખશ્રી કંચનલાલ ચપડિયા, નવિનભાઇ જરીવાલા, કોર્પોરેટર નરેશભાઇ રાણા, વિવિધ અગ્રણી હોદે્દારો બિપીનભાઇ જરીવાલા, દીપકભાઇ કાશીરામભાઇ રાણા, જયકાંત કણિયા, અનયભાઇ રાણા, ચંપાકલીબેન, ઉર્મિલાબેન, વર્ષાબેન, બાલકૃષ્ણભાઇ, ધર્મેશભાઇ તેમજ સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot