Breaking

Post Top Ad

Your Ad Spot

Friday, November 26, 2021

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા“બંધારણ દિવસ”ની ઉજવણી કરવામાં આવી

 


આજ રોજ તારીખ ૨૬ મી નવેમ્બર એટલે આપણા ભારતમાં બંધારણ દિવસ  તરીકે ઉજવાય છે.  જેનો ઈતિહાસ જોઈએ તો ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ નાં દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો અને ત્યારબાદ આપણા દેશનું કાયદાકીય અને યોગ્ય વહીવટ અને સંચાલન કરી શકાય તે માટે આપણું પોતાનું બંધારણ હોવું જરૂરી જણાતાં આપણી સંસદ સભા દ્વારા બંધારણની રચના માટે ડો. બાબાસાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં કુલ ૭ સભ્યોની  બંધારણ સમિતિની રચના કરવામાં આવી. આ બંધારણ સમિતિ દ્વારા કુલ ૨ વર્ષ કરતાં પણ વધુ સમય સુધી વિશ્વના વિવિધ દેશોના બંધારણોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને ભારતીય બંધારણની રચના કરવામાં આવેલ જે તા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ નાં રોજ ભારતીય સંસદસભા દ્વારા સ્વીકારીને અપનાવવામાં આવ્યું અને તા.૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ નાં દિવસથી આપણું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. જેથી ૨૬ મી જાન્યુઆરી એ આપણા દેશમાં પ્રજાસત્તાક દિન કહેવાય છે. આપણું ભારતીય બંધારણ એ વિશ્વમાં સૌથી લાંબુ લેખિત બંધારણ છે, અને આપણું બંધારણ એ જ આપણા દેશનો સર્વોચ્ચ કાયદો છે, બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત ન હોય તેવો કોઈ કાયદો ભારતમાં લાગુ કરવામાં આવતો નથી, આમ ભારતનું બંધારણ એ આપણા દેશની વહીવટી વ્યવસ્થાના કેન્દ્રસ્થાને  છે. જેથી બંધારણ વિશેની લોકોમાં જાગરૂકતા વધે તે હેતુસર તા.૨૬ મી નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવાય છે, જેના ભાગરૂપે આજે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીઆદ દ્વારા જિલ્લા ન્યાયાલયના મીડીયેશન સેન્ટર ખાતે વકીલશ્રીઓ, પેરા લીગલ વોલન્ટીયર્સ, જિલ્લા ન્યાયાલયના કર્મચારીઓ સહીતનાં લોકોએ આપણા ભારતીય  બંધારણની પ્રસ્તાવનાનું સમૂહમાં વાંચન કરીને બંધારણ સમિતિ નાં અધ્યક્ષ અને બંધારણનાં ઘડવૈયા એવા ડો. બાબાસાહેબ આંબેડકર તથા અન્ય છ સભ્યો કનૈયાલાલ મુન્શી, એ. ક્રિષ્નાસ્વામી ઐયર, એન ગોપાલાસ્વામી, મુહમ્મદ સાદુલ્લા, બી. એલ. મીત્તેર તથા ડી પી. ખૈતાન સૌને યાદ કરીને તેમના પ્રતિ આપણો દેશ સદાય ઋણી રહેશે અને દેશના તમામ લોકો બંધારણને સમર્પિત રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot