(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૬: ભારતના સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે આહવા સ્થિત જિલ્લા સેવા સદનના પરિસરમા ડાંગ જિલ્લા વહીવટી તંત્રના વડા એવા જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, તથા અધિક નિવાસી કલેક્ટર શ્રી પી.એ.ગાવિતની ઉપસ્થિતિમા ‘સંવિધાન દિવસ’ના શપથ લેવાયા હતા. આ શપથનુ વાંચન ચિટ્નીશ શ્રી ડી.કે.ગામિતે કરાવ્યુ હતુ. જેમા સૌ મહેસૂલી અધિકારી, કર્મચારીઓ જોડાયા હતા.
આ સાથે દેશ આખામા ઉજવાઇ રહેલા ‘સંવિધાન
દિવસ’ એ આ ઉજવણી અને તેની પાછળના આશયને સમજીએ, તે પ્રાસંગિક લેખાશે.
ભારતના સંવિધાન દિવસને રાષ્ટ્રીય કાયદા
દિવસ તરીકે પણ ઓળખવામા આવે છે, ભારત
સરકારે ગેઝેટ સૂચના દ્વારા ૧૯ નવેમ્બર ૨૦૧૫ ના રોજ ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે
ઘોષિત કરી હતી. આ દિવસે ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૧ ઓક્ટોબર,
૨૦૧૫ ના રોજ મુંબઈમા ઈંદુ મિલ્સ કમ્પાઉન્ડમા ડો. બી. આર. આંબેડકરના
‘સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી’ સ્મારકનો શિલાન્યાસ કરતી વખતે આ ઘોષણા કરી હતી. વર્ષ ૨૦૧૫
એ બાબા સાહેબ આંબેડકરની (૧૪ એપ્રિલ, ૧૮૯૧ - ૬ ડિસેમ્બર, ૧૯૫૬) ૧૨૫ મી જન્મજયંતિ હતી.
ભારતનુ બંધારણ : ભારત દેશ પંથ નિરપેક્ષ, પ્રજાસત્તાક,
સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે. જેનુ સંચાલન, દિશાનિર્દેશન, તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ
કાયદો એ ભારતનુ બંધારણ છે. ભારત ગણરાજ્યમા ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે
છે. ભારતનુ આ બંધારણ બંધારણસભામા ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયુ હતુ, અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામા આવ્યુ હતુ. ૨૬ જાન્યુઆરીનો
દિવસ ભારતમા પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામા આવે છે. મુળ અપનાવાયેલા બંધારણમા ૨૨
ભાગો, ૩૯૫ અનુચ્છેદ, અને ૮ અનુસૂચિઓ
હતી. જેમા બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામા આવેલ છે.
ભારતનુ બંધારણ કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને
કાશ્મીરમા લાગુ પડતુ ન હતુ. જેમા સને ૨૦૨૦મા સુધારો કરાતા તે હવે સમગ્ર ભારતમા
લાગુ પડે છે.
No comments:
Post a Comment