Breaking

Post Top Ad

Your Ad Spot

Friday, November 26, 2021

આજે તા. ર૬મી નવેમ્‍બર સંવિધાન દિવસ

 


આણંદ – શુક્રવાર :: લોકતંત્રમાં સંવિધાન-બંધારણ સર્વોપરી હોઇ તેની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ અને કર્તવ્‍ય છે. આપણા બંધારણના ઉદ્દેશો સ્‍વતંત્રતા, સમાનતા, બંધુતા જળવાઇ રહે તો જ લોકશાહી પ્રબળ અને મજબૂત બને તેવો ધ્‍યેય રાખીને લોકો મસાટે, લોકો વડે, લોકો થકી આ લોકતંત્રની બંધારણની ગરિમા આપણે સૌએ વધારવાની છે.

        પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ર૦૧૪થી તા. ર૬ નવેમ્‍બરને રાષ્‍ટ્રભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરા અંતર્ગત આજે તા. ર૬મી નવેમ્‍બરે જિલ્‍લા કલેકટરાલય ખાતે જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, જિલ્‍લા પંચાયત ખાતે જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ સહિત જિલ્‍લા-તાલુકાની તમામ કચેરીઓ સહિત જિલ્‍લા-તાલુકાના ઉચ્‍ચ અધિકારીશ્રીઓ-કર્મચારીઓએ સંવિધાનના આમૂખના સમૂહ પઠનમાં જોડાઇને દેશના બંધારણને વફાદાર રહી દરેકને અધિકારો મળે, સમાનતા, સ્‍વતંત્રતા મળે તે હેતુસર અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્‍યાય, વિચાર, અભિવ્‍યકિત, માન્‍યતા, ધર્મ અને ઉપાસનાની સ્‍વતંત્રતા, તક અને દરજજાની સમાનતા નિર્ધારીત કરવાનો તેમજ તેઓમાં વ્‍યકિતનું ગૌરવ તેમજ દેશ પ્રત્‍યેની એકતા  અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક, નિર્ણય કરીને તા.ર૬મી નવેમ્‍બર, ૧૯૪૯ના રોજ આ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરવાના સામુહિક શપથ ગ્રહણ કર્યા હતા

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot